ખેડૂતોની લડત રંગ લાવી : અંતે બ્રાહ્મણી-૨ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયુ

- text


ખેડૂતો પાણી માટે માંગ કરી રહ્યા હતા : ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા નેતાઓ દોડતા થયા

હળવદ : હળવદ તાલુકાના ૧૦ થી વધુ ગામના ખેડૂતો બ્રાહ્મણી-બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે છેલ્લા પાંચેક દિવસથી રજૂઆતો કરતા હતા.ગુરુવારે તો પાણીની માંગ સાથે ખેડૂતોએ નવનિયુક્ત સાંસદ શિહોરાનો ઘેરાવ પણ કર્યો હતો.આખરે ખેડૂતોની મહેનત રંગ લાવી છે અને આજે સાંજે બ્રાહ્મણી-બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.

- text

હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા મોરબી અને માળીયા બ્રાન્ચની કેનાલોમાં પાણી છોડ્યા બાદ બ્રાહ્મણી- બે ડેમમાંથી પણ સિંચાઈ માટે પાણી છોડવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી.ખેડૂતોએ વાવણી કરી દીધી હોય અને પાણીની તાતી જરૂરિયાત હોય ઉપરથી વરસાદ પણ ન પડતા ખેડૂતો મૂંઝાયા હતા. અને પાણી માટે છેક સુધી લડી લેવાની તૈયારી પણ બતાવી હતી.જેથી ખેડૂતોએ ગુરુવારે અને શુક્રવારે આંકરા તેવર બતાવતા નેતાઓ પણ સમજી ગયા હોય તેમ ખેડૂતો વધુ ઉગ્ર ન બને તે માટે આજે બ્રાહ્મણી-બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.

- text