આનંદો : સોમવારથી મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

- text


આજે વલસાડ-સુરતમાં ધોધમાર : અમરેલી, ધારીમાં પણ વરસાદ

મોરબી : દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસુ અંતે આગળ વધવાનું શરૂ થતા શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યા બાદ સાંજના સમયે અમરેલી, રાજુલા, ધારી, ખાંભા અને ગીર પંથકમાં પણ મેઘમહેર શરૂ થઇ હોવાનું જાણવા મળે છે, સાથે જ હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જયારે સોમવારથી મોરબી સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસુ ફરી આગળ ધપી રહ્યું છે, આજે રવિવારે વલસાડ, ભરૂચ, સુરત, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પાડવાની સંભવના છે જયારે સોમવારે વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાંજૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

- text

બીજી તરફ આજે શનિવારે વલસાડ, વાપી, ઉમરગામ, કપરડા, પારડી, ધરમપુર, સુરતના મહુવા,ચોરાસી, સાબરકાંઠાના પોસીના, જામનગરના કાલાવડ, ડાંગના વઘઇમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સાથે જ ખાંભા ગીર પંથકમાં નાનુડી ભાડ,અનિડા,મોટા સમઢીયાળા,ઈંગોરાળા,કોટડા, સહિત ગામોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા, અમરેલી, ધારી, ડાભાલી, હુડલી, ઝર, છતડીયા, મોરઝર, કરણ, વાઘવડી, ધારંગણી, લાખાપાદર, નાગ્ધરા, ગઢિયા, દેવળા વાવડી, રામપરા, ખીચા, અમૃતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.

- text