મોરબીની 23 શાળાઓમાં ફાયર એનઓસી જ નથી : 108 શાળાઓને નોટિસ

- text


હાઇકોર્ટના આદેશ બાદ શાળાઓની પુનઃ ચકાસણીમાં ત્રુટીઓ સામે આવી

મોરબી : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગને હાઇકોર્ટે લગાવેલી ફટકાર બાદ ગત રવિવારે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ શરૂ કરેલી શાળાઓની પુનઃ ચકાસણીમાં 23 શાળાઓમાં ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું છે અને 108 શાળાઓમાં ફાયર સિસ્ટમ મામલે ત્રુટીઓ હોવાનું જણાતા તમામને નોટિસ ફટકારી સત્વરે ફાયરસેફટી મામલે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સમગ્ર રાજ્યમાં રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી માટે કડક ચેકીંગ કરવા સૂચના આપવામાં આવ્યા બાદ ગત રવિવારે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રવિવારે રજાના દિવસે સમગ્ર મોરબી જિલ્લામાં ફાયર એનઓસી મામલે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચકાસણી કરવામાં આવતા 108 શાળાઓમાં ફાયર સિસ્ટમ મામલે ત્રુટીઓ હોવાનું જણાતા તમામને નોટિસ ફટકારી સત્વરે ફાયરસેફટી મામલે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી

- text

વધુમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના આદેશને પગલે મોરબીની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24 ટીમોને ફાયર સેફટીની ચકાસણી માટે મેદાનમાં ઉતારવામાં આવતા શાળા ચકાસણી દરમિયાન 23 શાળાઓમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું સાથે જ 108 શાળાઓમાં ત્રુટિ જણાઈ આવતા સત્વરે ખૂટતા ફાયર સાધનો વસાવી ફાયર એનઓસી મેળવી લઈ ખામી દૂર કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text