“અમુક ગામોમાં તલાટી કમ મંત્રીઓ કામ નથી કરતા” : TDOને લેખિતમાં ફરિયાદ

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મિલનભાઈ સોરીયાએ મોરબી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને મોરબી તાલુકાના અમુક ગામડાઓમાં તલાટી કમ મંત્રીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા હોવાની ફરિયાદ કરી છે.

ટીડીઓને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતમાં અમુક તલાટી કમ મંત્રીઓ ફરજના સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહેતા નથી. અરજદારો આવકના દાખલા, વારસાઈ આંબા કે અન્ય કામ અર્થે આવે તો કાલે આવજો, આજે મારે કામ છે તેવા જવાબો આપે છે. અને અરજદારોને ધક્કા ખવડાવે છે. બીજા દિવસે જાય તો કચેરીમાં હાજર હોતા નથી. તેમજ ફોન કરે તો મોરબી આવવા જણાવે છે. એવી પણ માહિતી સામે આવી છે કે અમુક તલાટી કમ મંત્રીઓ મોરબીમાં પ્રાઈવેટ ઓફિસો ચલાવી રહ્યા છે. અમુક તલાટી કમ મંત્રીઓ માત્ર મંગળવાર અને શુક્રવારના દિવસે જ ફરજ પર હાજર રહે છે.

- text

આ અંગે સામાજિક કાર્યકરએ ટીડીઓને રજૂઆત કરતાં જવાબ માંગ્યો છે કે, હાલ તલાટી કમ મંત્રીઓનો ગ્રામ પંચાયત કચેરીમાં ફરજનો સમયગાળો શું છે ? અઠવાડિયામાં ક્યાં દિવસે તાલુકા પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવે છે ? તલાટી કમ મંત્રી રજા ઉપર હોય તો ગ્રામ પંચાયત કચેરીએ રજા રિપોર્ટ કરવામાં આવે છે કે કેમ ? જેની જાણ કરવામાં આવે.

- text