મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ દારૂની દુકાન : ત્રિપુટી પોલીસ ગિરફતમાં

- text


સીટી બી ડિવિઝન પોલીસે શુભ કોર્પોરેટ બિલ્ડીંગમાં દરોડો પાડ્યો : સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે દુકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 29 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર હળવદ તાલુકાના માથકના બુટલેગરનું નામ ખોલવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ શુભ કોર્પોરેટ બિલ્ડીંગમાં દુકાન નંબર 524મા વિદેશી દારૂનું વેચાણ થાય છે, જે બાતમીને આધારે પોલીસે ગઈકાલે બપોરના સમયે દરોડો પાડતા આરોપી (1) રાજેશ દલસુખભાઈ અધારા રહે.મહેન્દ્રનગર મૂળ રહે.વીંછીયા, રાજકોટ, (2) રાહુલ ભરતભાઇ વસાણીયા મૂળ રહે. બગથળા હાલ ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર મોરબી અને (3)દિવ્યેશ બાબુભાઈ હરસોરા રહે.મોરબી હાઉસિંગ બોર્ડ સામાકાંઠા વાળાને અલગ અલગ બ્રાન્ડની 29 બોટલ કિંમત રૂપિયા 9,330 સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં દુકાનમાં બેસી દારૂનો ધંધો કરતા ત્રણેય આરોપીઓની પૂછતાછમા વિદેશી દારૂનો આ જથ્થો હળવદ તાલુકાના માથક ગામે રહેતા આરોપી મયુર અશોકભાઈ બોરાણીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણ આરોપીઓને ગિરફતમાં લઈ આરોપી મયુરની ઝડપી લેવા તજવીજ શરૂ કરી ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text