ટંકારા નજીક બાઈક કાર વચ્ચે અકસ્માત : રાજકોટના યુવાનનું મૃત્યુ

- text


આર્ય વિદ્યાલયમ નજીક સર્જાયેલ અકસ્માતમા એક યુવાન ઘાયલ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક રહેતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ આર્ય વિદ્યાલયમ નજીક શુક્રવારે રાત્રીના સમયે કાર અને ડબલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક રહેતા રવિ સાહોલિયાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજયુ હતું. જ્યારે આ અકસ્માતમાં પાર્થભાઈ જોશી ગંભીર રીતે ઘાયલ થતા ટંકારા 108ના પાઈલોટ અશોકભાઈ અને મેડિકલના વલ્લભભાઈ લાઠિયાએ ચાલુ સારવારે મોરબી ખસેડયા હોવાનું જાણવા મળે છે.

- text