મોરબીમાં સ્કૂલ વાહન સલામતી સંદર્ભે મિટિંગ યોજાઈ 

- text


મિટિંગમાં 100થી વધુ ઉપસ્થિત આચાર્યો અને સંચાલકોએ પ્રશ્નોત્તરી કરી

મોરબી : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર સેફટી સહિતના મુદ્દે સરકાર કડકહાથે કામગીરી કરી રહી છે ત્યારે સ્કૂલ વાહનો અંગે પણ નિયમ પાલન કરાવવા માટે સરકારના આદેશ છૂટતા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને આર.ટી.ઓ. વિભાગના સયુંકત ઉપક્રમે ખાનગી શાળાના સંચાલકો, આચાર્યો સાથે સ્કૂલ વાહનની સલામતી અને વિદ્યાર્થીઓની સલામતી સંદર્ભે મિટિંગ યોજાઈ હતી.જેમાં બાળકોની સલામતી મુદ્દે કોઈ જ બાંધછોડ ન કરવા સૂચના આપવામાં આવી હતી.

- text

સ્કૂલ વાહન અંગે શિક્ષણ અને આરટીઓ વિભાગની આ સંયુક્ત બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી રોહિત પ્રજાપતિ અને મદદનીશ અધિકારી રાજદીપસિંહ જાડેજાએ વાહન કેવા હોવા જોઈએ ? કઈ કઈ સગવડો અને સુવિધા હોવી જોઈએ ? તે અંગે વિસ્તૃત વિગતો આપી હતી. અને શાળા સંચાલકોને કોઈ જાતની કચાસ વિદ્યાર્થીઓએ વાહનોમાં ન રાખવાની તાકીદ કરી હતી. તથા વાહનમાં ડોક્યુમેન્ટમાં કે નિયમ પાલન માટે ખાસ ઝુંબેશ (ડ્રાઈવ) શરૂ કરવાની વાત કરી હતી. આ મિટિંગમાં 100 થી વધુ આચાર્યો અને સંચાલકોએ પ્રશ્નોત્તરી કરી હતી. જેના યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા.આ મિટિંગમાં મદદનીશ કેળવણી નિરીક્ષક ફાલ્ગુનીબેન ગોસ્વામીએ પ્રસ્તાવના સમજાવી હતી અને જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાએ આ તકે, સંચાલકોને વિદ્યાર્થીઓને સલામતી સંદર્ભે કોઈ બાંધછોડ ન કરવા તાકીદ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેળવણી નિરીક્ષક પ્રવીણભાઈ અંબાળિયાએ કર્યું હતું.

- text