મોરબીના બાળ સંભાળ ગૃહ વિકાસ વિદ્યાલયમાં યોગ દિવસ ઉજવાયો

- text


મોરબીના બાળ સંભાળ ગૃહ વિકાસ વિદ્યાલયમાં યોગ દિવસ ઉજવાયો

મોરબી : આવતીકાલે તારીખ 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે મોરબીના બાળ સંભાળ ગૃહ વિકાસ વિદ્યાલયમાં આજ રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિકાસ વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજ રોજ CWC દ્વારા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિટીના ચેરમેન રમાબેન ગડારા, સભ્ય ખુશ્બુબેન કોઠારી, બાળ સુરક્ષાના કર્મચારી રિતેશભાઈ ગુપ્તા, ધુવભાઈ રામાનુજ, સંસ્થાના મેનેજર દમંયતિબેન, અધિક્ષક ભાવિકાબેન તેમજ સંસ્થાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે યોગા ટ્રેનર રશ્મીબેન એચ. મહેતા અને મીનલબેન એન. મણિયારે દીકરીઓને તાલીમ આપી હતી અને યોગ દિવસ ઉજવ્યો હતો.

- text

- text