મોરબી એલસીબીના બે દરોડા : દારૂ- બિયર સાથે એક પકડાયો, એક ફરાર

- text


યમુનાનગર અને લાભનગરમાં બે દરોડા પાડ્યા

મોરબી : મોરબી એલસીબીએ સીટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા યમુનાનગર અને લાભનગરમાં બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે દારૂ સપ્લાયર બુટલેગરના ઘરે દરોડો પાડતા દારૂ બિયર મળી આવ્યો હતો પણ બુટલેગર હાથ લાગ્યો ન હતો.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે યમુનાનગરમાં પ્રથમ દરોડો પાડતા આરોપી અમિત દિલીપભાઈ સારલાના ઘરમાંથી વાઈટ લેસ વોડકાના 47 ચપલા તેમજ પાવરફુલ બિયરના 47 ટીન મળી કુલ 9400નો મુદ્દામાલ મળી આવતા આરોપી અમિતે વિદેશી દારૂનો આ જથ્થો આરોપી કેશુ રમેશ દેગામા રહે.લાભનગર વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા કેશુને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text

બીજી તરફ આરોપી અમિતની કબૂલાત બાદ એલસીબી ટીમે યમુનાનગરમા આરોપી કેશુ રમેશભાઈ દેગામાના રહેણાંકમાં દરોડો પાડતા રહેણાંકમાંથી કેમલીન ઓરેન્જ વોડકાની 140 બોટલ કિંમત રૂપિયા 14000 તેમજ પાવરફુલ બિયરના 72 ટીન કિંમત રૂપિયા 7200 મળી કુલ 21,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ ન લાગતા એલસીબી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text