મોરબી જિલ્લાના 92 પોલીસ કર્મીઓની બદલી

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ફરજ બજાવતા 92 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કર્યા છે. જેને પગલે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર થયા છે.

ચૂંટણીની આચાર સંહિતા ઉઠતા વેંત તમામ સરકારી વિભાગો કામગીરીમાં સંપૂર્ણ સક્રિય થયા છે. તાજેતરમાં જિલ્લા કલેકટરે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કર્યા બાદ હવે પોલીસ તંત્રમાં પણ ફેરફાર થયા છે. આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ જિલ્લામાં ફરજ બજાવતા 92 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરી છે.

- text

- text