બ્રાહ્મણી 2 ડેમમાં પાણી બાયપાસ કરીને છોડવાની ખેડૂતે માંગી કરી

- text


હળવદ : હળવદ તાલુકાના જૂના દેવળીયાના ખેડૂતે મુખ્યમંત્રીને લખેતિમાં રજૂઆત કરી હતી કે બ્રાહ્મણી 2 ડેમમાં છોડવામાં આવતું પાણી બાયપાસ કરવા આવે તો આજુબાજુના ગામોના પાણીનો લાભ મળી શકે છે.

આ અરજીમાં પ્રવિણભાઈ જોટણીયાએ જણાવવામાં આવ્યું છે કે, હાલમાં નર્મદા કેનલનું પાણી બ્રહ્માણી 2 ડેમમાં છોડવામાં આવે છે. તેમાં ડેમની પાછળના ભાગમાં આવેલા ગામ જેવા કે, સીરઈ, સુસવાવ, ઈશ્વરનગર, જુના દેવળીયા, નવા દેવળીયા, ધનાળા, પ્રતાપગઢ, સુરવદર, ચકમપર, જીવાપર, રોહિશાળા, ભરતનગર, હરિપર કેરાળાને સિંચાઈ માટે મળતું નથી. જો બ્રહ્માણી ડેમ 2નું પાણી બાયપાસ કરી કેનાલમાં નાખવામાં આવે તો આ તમામ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. ત્યારે ખેડૂત ઉપયોગી વધુ એક નિર્ણય લેવા અરજીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text