ધો. 6, 7 અને 8ના પુસ્તક પરત ખેંચવાની માંગ સાથે સ્વયમ સૈનિક દળનું કલેકટરને આવેદન

- text


મોરબી : મોરબીમાં સ્વયમ સૈનિક દળ (SSD) દ્વારા અભ્યાસને લગતી અમુક માંગણીઓને લઈને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી છે. જેમાં તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્ય પુસ્તકમાં સમાવવા, હાલ જે ધોરણ 6, 7 અને 8માં જે પુસ્તક બહાર પાડેલ છે તે પરત ખેંચવા તથા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ ગાંધીનગર દ્વારા તૈયાર કરેલ સમાજશાસ્ત્ર ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે એ દૂર કરી સત્ય માહિતી છાપવા બાબતે માંગ કરવામાં આવી છે.

આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, તાજેતરમાં ગુજરાત સરકારએ શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં શ્રી મદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે. ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો જો મૂલ્ય નિર્માણની વાત હોય તો તમામ ધર્મમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યોનું નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું. કેમ કે શાળામાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.તથા તમામ ધર્મને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે હિન્દૂ ધર્મને. તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો ખ્રિસ્તી ધર્મનું બાઈબલ, શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ, બૌદ્ધ ધર્મનું ત્રિપીટક, પારસી ધર્મનું જનદ અવેસ્થા, મુસ્લિમ ધર્મનું કુરાન, જૈન ધર્મનું જૈન આગમોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવા માંગ કરી છે.

- text

ઉપરાંત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ દ્વારા ધોરણ 12 માટે તૈયાર કરેલ સમાજશાસ્ત્ર વિષયના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનઘડત માહિતી આપવામાં આવી છે. જેથી ગુજરાતમાં વસતા લાખો બૌદ્ધ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે તેની નોંધ લેવા અને બૌદ્ધ ધર્મ વિશે લખાયેલી ખોટી માહિતી દૂર કરવા અને સત્ય હકીકત છાપવા સ્વયમ સૈનિક દળ દ્વારા માંગ કરવામાં આવી છે.

- text