મોરબી પાલિકા જાગી ! હાઉસિંગ બોર્ડના 10 બિલ્ડીંગોને નોટિસ

- text


બે દિવસમાં જોખમી અને જર્જરિત ભાગ પાડી નાખવા અલ્ટીમેટમ : અન્યથા લાઈટ, પાણી બંધ

મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલા વર્ષો જુના હાઉસિંગ બોર્ડના ફ્લેટ હવે જર્જરિત બન્યા છે અને તાજા ભૂતકાળમાં એક આવાસમાં છ્તમાંથી પીઓપી ધડાકાભેર તૂટી પડતા અંતે પાલિકા તંત્ર જાગ્યું છે અને મંગળવારે આવા 10 બિલ્ડીંગોને નોટિસ ફટકારી બે દિવસમાં જોખમી માંચડો તોડી પાડવા આદેશ આપી અન્યથા રાજકોટની જેમ પાણીની લાઈન તેમજ વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું સપષ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડના M – 48, M – 57, M – 61, M – 62, M – 72, M – 73, M – 74, M – 75, M – 76 અને M – 82 સહિત 10 બિલ્ડિંગને મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી બિલ્ડીંગોના જોખમી ભાગોને તોડી પાડવા બે દિવસની મુદત આપી છે, જો કે, મોરબી નગરપાલિકાની નોટિસ સ્થાનિક રહેવાસીઓએ નહીં સ્વીકારતા પાલિકા દ્વારા જે તે બિલ્ડિંગની બહાર નોટિસ ચિપકાવી દઈ નોટિસની બજવણી કરી હતી.

- text

બીજી તરફ જોખમી અને જર્જરિત બિલ્ડીંગો મામલે હાઉસિંગ બોર્ડે પાલિકાને આપેલા લેટરના આધારે મોરબી નગર પાલિકાએ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં તમામ બિલ્ડિંગમાં 3 માળના આવેલા હોવાનું અને અગાઉ હાઉસિંગ બોર્ડે દ્વારા પણ નોટિસો આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે સ્થાનિક લોકોએ હાઉસિંગ બોર્ડને અગાઉ રી ડેવલોપમેન્ટ કરી આપે તેવી માંગ સાથે ધારાસભ્ય અને હાઉસિંગ બોર્ડને રજૂઆત પણ કરી હતી ત્યારે હવે જો બે દિવસમાં નોટિસ મુજબ કાર્યવાહી નહીં થાય તો લાઈટ, પાણી બંધ કરવા પણ ચેતવણી અપાતા ચકચાર જાગી છે.

- text