મોરબીમાં તંત્રની મંજૂરી વગર સ્થાનિકોએ બનાવેલ પ્રાઇવેટ બમ્પ હટાવવાની માંગ

- text


કસ્તુરી એપાર્ટમેન્ટ એન્ટ્રી ગેટ સહિત શહેરમાં પ્રાઇવેટ બમ્પ દૂર કરવા કલેકટર સમક્ષ કરાઈ માંગ

મોરબી : મોરબીમાં રવાપર ગ્રામપંચાયત હેઠળ આવતા એસ.પી.રોડ પર કસ્તુરી એપાર્ટમેન્ટ એન્ટ્રી ગેટ પાસે તંત્રની કોઈ પણ જાતની મંજૂરી વગર સ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલ પ્રાઇવેટ બમ્પને કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી જાગૃત નાગરિક દ્વારા શહેર કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી સત્વરે કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રવાપર ગ્રામપંચાયત હેઠળ આવતા એસ.પી.રોડ કસ્તુરી એપાર્ટમેન્ટ એન્ટ્રી ગેટ પાસે રહીશો દ્વારા 20 – 20 ફુટના અંતરે 2 જીવલેણ પ્રાઇવેટ બમ્પ બનાવવામાં આવ્યા છે. જેની મંજુરી નથી. બમ્પની ઊંચાઈ વધુ હોવાથી મહિલાઓ માટે સ્કુટર ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમજ ફોર વ્હિલ ગાડીમાં નીચે એન્જીનને બમ્પ અડે છે. બમ્પ પર સફેદ પટ્ટા નથી અજાણ્યા ચાલક માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે આ અંગે સ્થળ પર કસ્તુરી એપાર્ટમેન્ટના પ્રમુખને મૌખિક રજુઆત કરાતા બમ્પ બનાવવાનું ચાલુ રખાયું તેમજ આખા મોરબીમાં બમ્પ છે થાય એ કરી લો તેવો તોછડાયથી જવાબ અપાયો.

- text

આ ઉપરાંત લીલાપર ગામથી ઉમિયા સર્કલ સનાળા રોડ સરકાર દ્વારા વનવે જાહેર કરેલ છે તેના પર પણ સ્થાનિકો દ્વારા બમ્પ બનાવાયા છે જે અડચણ રૂપ છે. ત્યારે શહેર તેમજ નજીકની સોસાયટીમાં પણ સ્થાનિક લોકો દ્વારા બમ્પ બનાવવામાં આવ્યા છે જે અડચણ રૂપ છે. ત્યારે આ બાબતે સત્વરે કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

- text