ફાયર સેફટીની નોટીસોથી વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તેની તકેદારી રાખવા કોંગ્રેસની માંગ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ફાયર સેફટીની નોટિસો ઇસ્યુ કરવામાં આવી રહી છે. ત્યારે વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માંગ ઉઠાવી છે.

તેઓએ જણાવ્યું છે કે તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનેલ છે. તેવી ઘટના ભવિષ્યમાં અન્ય જીલ્લા કે શહેરમાં ન બને તેના ભાગરૂપે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટી અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે ખુબ જ પ્રસંશનિય કામગીરી છે.

- text

પરંતુ મોરબી શહેરમાં નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીની નોટીસો મોકલવામાં આવેલ છે. જે નોટીસમાં ફાયર સેફટીની કામગીરી દિવસ-૮ માં કરવા જણાવેલ છે. જેના કારણે નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયેલ છે. તેમજ હાલમાં મોરબીના ટેકનીકલ સાધનોનો અભાવ હોય, ફાયર સેફટીની કામગીરી કરી શકે તેવા કારીગરોનો અભાવ હોય, મોરબી શહેરમાં આટલા ટુંકા સમયગાળામાં ફાયર સેફટીના સાધનો લગાવવા અશક્ય છે. જેના કારણે મોરબી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે વેપારીઓને ફાયર સેફટી અંગે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જાણકારી આપી આયોજનપૂર્વક કામગીરી કરવી જોઈએ અને ફાયર એજન્સીઓ દ્વારા વેપારીઓને ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ઉંચા ભાવ ન આપવવામાં આવે તેની તકેદારી રાખવી જરૂરી છે.

- text