હળવદના ભલગામડામા ઘેટા બકરા ચરાવવા મામલે બઘડાટી : બે મહિલા સહિત ચારને ઇજા

- text


ઘેટા બકરાએ પાકને નુકશાન કરી ઝટકાના તાર તોડી નાખતા ખેડૂતોએ ઠપકો આપતા 8 શખ્સોએ આતંક મચાવ્યો

હળવદ : હળવદ તાલુકાના ભલગામડાં ગામની સીમમાં ઘેટા બકરાએ પાકને નુકશાન કરી શેઢા ફરતે મુકેલ ઝટકાના વાયર તોડી નાખતા આ મામલે ખેડૂતે માલધારીને ઠપકો આપતા આઠ શખ્સોએ એક સંપ કરી બે મહિલા તેમજ બે પુરુષો ઉપર લાકડી, પાઈલ, ધારીયા અને સોરીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડાં ગામે ખેતી કરતા અને ખેતરમાં જ રહેતા ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટિયાએ આરોપી (૧) નારણભાઈ ઉર્ફે સામંતભાઈ મશરુભાઈ ધ્રાંગીયા (૨) દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા (૩) લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા (૪) બાબુભાઈ સંગ્રામભાઈ(૫) કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા (૬) દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા (૭) વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા અને (૮) પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારા તમામ રહે,ભલગમડા તા.હળવદ જી.મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં ગણપતભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ તેમના કૌટુંબિક ભાઈ ઇન્દ્રજીતભાઈ પચાણભાઈ ભાટિયા અને યુવરાજભાઈ પચાણભાઈ ભાટિયાની વાડીમાં ઘેટા બકરાએ ચરાવી પાકને નુકશાન કરતા ઠપકો આપતા બાદમા અન્ય આરોપીઓ ઉપરાણું લઈને આવ્યા હતા અને વાડીએ ફક્ત મહિલાઓ જ હાજર હોવા છતાં આરોપીઓએ સાહેદ કોમલબેન અને હંસાબેન સાથે ગાળા ગાળી કરતા ફરિયાદી ગણપતભાઈ અને પ્રવીણભાઈ ઝઘડો નહિ કરવા સમજાવવા જતા તમામ આઠ આરોપીઓએ એક સંપ કરી લાકડી, ધારીયું અને સોરીયા વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદોને ઇજાઓ પહોંચાડતા તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text