માળીયા (મિ.)ના હરિપર ગામે 23 જૂને ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાશે

- text


માળિયા (મિ.) : મોરબી જિલ્લાના માળિયા (મિ.) તાલુકાના હરિપર ગામની પ્રાથમિક શાળા ખાતે આગામી તારીખ 23 જૂનના રોજ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા શ્રી હરી હોસ્પિટલ એન્ડ ટ્રોમા- મોરબીના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેગા મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક ડો. સાગર ગમઢા, કાન, નાક અને ગાળાના નિષ્ણાંત ડો. અલ્પેશ ફેફર, એમ.એસ. સર્જન ડો. નીશીત માલસમા, ચામડીના રોગના નિષ્ણાંત ડો. કલ્પેશ રંગપરિયા, એમ.ડી. ફિઝીશયન ડો. દિવ્યેશ શેરશિયા, આંખના નિષ્ણાંત ડો. મેહુલ પાનારા, બાળ રોગ નિષ્ણાંત ડો. શરદ રૈયાણી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ડીમ્પલ વિરમગામા વગેરે અનુભવી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપશે અને ફ્રીમાં પરામર્શ કરી દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવશે.

- text

- text