વાંકાનેર નજીક માલગાડી હડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયાથી બોકડથંભા વચ્ચે ગઈકાલે બપોરના સમયે અંદાજે 25થી 30 વર્ષનો યુવાન માલગાડીની હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લુણસરિયા રેલવે સ્ટેશનના અધિકારી વિશાલભાઈ વિનોદભાઈ શેખે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

- text

- text