નવલખીથી કંડલા સુધી સી લિન્ક બ્રિજ બનાવવાની માંગ

- text


સામાજિક કાર્યકરની કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અને મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધી નદી માર્ગે સી લિન્ક બ્રિજ બનાવવા માટે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલય અને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે ઔદ્યોગિક શહેર મોરબી તેના સિરામિક સેનિટેશન, પેપર મિલ, પોલીપેક વગેરે જેવા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વાહનવ્યવહાર ઘણો છે. ઔદ્યોગિક ઉત્પાદનોની વિદેશી નિકાસ અને આયાત પણ છે. કચ્છ અને મોરબીમાં આ પ્રોજેકટના નિર્માણથી વાહનવ્યવહાર સરળ, ઝડપી અને સમય બનશે અને પેટ્રોલ, ડીઝલ અને ગેસની બચત થશે. સમયનું મહત્વ સૌથી અમૂલ્ય છે. કંડલા બંદર ભારતમાં સૌથી લોકપ્રિય પરિવહન છે. જેથી આ પ્રોજેકટ મોરબી માટે પણ ફાયદારૂપ છે.

- text

- text