મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત

- text


મોરબી : મોરબીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ઘસારો વધતો હોય મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ચિરાગભાઈ સેતા, મુશાભાઈ બ્લોચ વગેરે સામાજિક કાર્યકરોએ આજે લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે, મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કામના સમયે લોકોનો ભરાવો થાય છે. 150-200 જેટલા લોકો પોસ્ટ ઓફિસમાં હોય છે. જેના કારણે વિકલાંગ, સિનિયર સિટીઝન, ગર્ભવતીઓને ભારે મુશ્કેલી પડે છે. ઘણી વખત બેસવાની પણ જગ્યા નથી હોતી. જેના કારણે ઘણી વખત લોકો પડી જાય છે. આ ઉપરાંત સાવસર પ્લોટસ ગ્રીન ચોક તેમજ અન્ય પોસ્ટ ઓફિસ બંધ હોવાથી લોકો મુખ્ય પોસ્ટ ઓફિસે આવે છે. તેથી વિશાળ જગ્યામાં 2 માળની પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી લોક માંગને ધ્યાને રાખીને સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને પોસ્ટ ઓફિસ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.

- text