19 જૂને ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 19 જૂન ને બુધવારના રોજ મેઈન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

બુધવારે મહાદેવ જેજીવાય ફીડર (નીચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર)માં સવારે 7-30 થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. અમૃત ઇન્ડસ્ટ્રીયલ તથા વિનઆર્ટ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8 થી 1 સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text