Morbi : ટ્રાન્સમિશન લાઈનમાં નવી માર્ગદર્શિકા પ્રમાણે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ટ્રાન્સમિશન લાઈનો માટે રાઈટ ઓફ વેના સંદર્ભમાં વળતરની ચુકવણી માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે તે મુજબ વળત ચુકવવા માંગ કરી છે.

765 કેવી ડીસી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન બાંધકામ માટે હુકમ થયેલ છે ત્યારે 14-6-2024ના રોજ ડાયરેક્ટર (ટ્રાન્સ) એફ.નં. 3/4/2016 ટ્રાન્સ-પાર્ટ (4), ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ પાવ, શ્રમ શક્તિ ભવન, નવી દિલ્હી દ્વારા ટ્રાન્સમિશન માટે રાઈટ ઓફ વેના સંદર્ભમાં વળતરની ચુકવણી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેથી ખેડૂતોએ રજૂઆત કરી છે કે આ નવી ગાઈડલાઈનને ધ્યાને રાખીને સુધારા કરી નવો હુકમ કરવામાં આવે. આ અંગેની સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટર પાસે રહેલી હોય સમાનતાના ધોરણે અગાઉની સ્ટરલાઈટ પાવર (લાકડીયા વડોદરા લાઈન) મુજબ ગણતરી કરીને વળતર નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે.

- text

- text