ભાવપર મંડળીના પ્રમુખ તરીકે સતત 7મી વખત મનહરભાઈ બાવરવા બિનહરીફ 

- text


માળિયા(મી) : માળિયા મિયાણાના ભાવપર ગામે આવેલ ભાવપર સેવા સહકારી મંડળીની સાધારણ સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા બિનહરીફ જાહેર થતા તેઓ ઉપર શુભેચ્છા વર્ષા થઈ હતી.

આ મંડળીના 488 સભાસદો છે. તેઓને 12 ટકા મુજબ ડિવિડન્ડ વહેચેલ છે. સાથોસાથ વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મંડળીના પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવાને સતત સાતમી વખત બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનહરભાઈ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન, માળિયા સંઘના પ્રમુખ, મોરબી- માળિયા સમૂહ લગ્ન સમિતિના કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે સમાજકાર્ય, સેવાકાર્ય સહકારી પ્રવૃતિઓમાં તેઓ સતત સક્રિય રહ્યા છે.

સાધારણ સભામાં તાલુકા પ્રમુખ અશોકભાઈ બાવરવા, સરપંચ મનહરભાઈ ગામી, બ્રાન્ચ મેનેજર જયેશભાઇ, મંડળીના ઉપપ્રમુખ રવજીભાઈ સરડવા, મહેશભાઈ કડીવાર તથા જયસુખભાઈ ફૂલતરિયા હાજર રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text