મોરબી સિવિલમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સહયોગથી કઢી- ખીચડીનું વિતરણ

- text


મોરબી : નિર્જળા એકાદશી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાતે ખીચડી કઢીનો ભોજન પ્રસાદ માતૃશ્રી વીરબાઈમાં માનવસેવા તથા ગૌ સેવા સંસ્થાના માધ્યમથી શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળના સહયોગથી આપવામાં આવ્યો હતો. આ સાથે જયદીપ ભાઈ બારા તરફથી કેરીનો રસ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં પ્રમુખ ફુલતરિયા તથા સભ્યોની હાજરી હતી. સાથોસાથ અલ્પાબેન કક્કડનો સહયોગ મળ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text