દુર્ઘટનાને નોતરું ! મોરબીના પંચાસર રોડ પર ગટરનું તૂટેલું ઢાંકણું રિપેર કરવાની માંગ

- text


મોરબી : મોરબી શહેરમાં રોડ-રસ્તાની ખરાબ હાલત અને ગટરના તૂટેલા ઢાંકણાથી અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે પંચાસર મેઈન રોડ પર એક ગટરનું ઢાંકણું તૂટી જતાં અકસ્માતનો ભય ઉભો થયો છે.

- text

પંચાસર મેઈન રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. એક તરફ રોડની હાલત પણ ખરાબ છે ત્યારે ઉપરથી વારંવાર ગટરના ઢાંકણા તૂટી જતાં લોકોને ભયના ઓથાર નીચેથી પસાર થવું પડી રહ્યું છે અને દુર્ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. હાલમાં જ પંચાસર મેઈન રોડ પર એક ગટરનું ઢાંકણું તૂટીને નીચે પડ્યું હતું. આ તૂટેલા ગટરના ઢાંકણાના કારણે જો કોઈ વાહનચાલક કે રાહદારી ગટરમાં ખાબકે તો જાનહાનિ પણ થઈ શકે છે. તો આ ઢાંકણનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

- text