મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડત બાદ ગ્રાહકને વીમો ચુકવવા કોર્ટનો આદેશ

- text


મોરબી : મોરબીના ઓમ શાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ પુરોહિતને ગાડીનો વીમો વીમા કંપનીએ આપવાની ના પાડી દેતા આ અંગેનો કેસ ગ્રાહક કોર્ટમાં ચાલતાં કોર્ટે વીમા કંપનીને ફટકાર લગાવીને ગ્રાહકને વળતર ચુકવી દેવા આદેશ કર્યો છે.

ઓમ શાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ પુરોહિત કન્યા છાત્રાલય રોડ પરથી પોતાની ગાડી લઈને જતાં હતા. ભારે વરસાદના કારણે ગાડીમાં પાણી ભરાઈ જતાં ગાડીને નુકસાન થયું હતું. તેમણે બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યુરન્સનો વીમો લીધેલો હતો. જો કે વીમા કંપનીના સર્વેયરે ગાડીને અકસ્માત થયો નથી મિકેનિકલ અથવા ઈલેક્ટ્રીક બ્રેકેજ પોલીસીમાં આવતું નથી માટે વીમો મળશે નહીં તેમ કહ્યું હતું. જેથી ભગવાનજીભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા તકરાર કમિશનમાં જતાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ફટકાર લગાવી હતી અને ભગવાનજીભાઈને રૂપિયા 55 હજાર અને 5 હજાર અન્ય ખર્ચ સહિત કૂલ 60 હજાર ચુકવવાનો આદેશ કર્યો છે.

- text

- text