મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં ગાંધીનગરથી તપાસ

- text


તંત્ર વિરુદ્ધ આક્ષેપો બાદ રેવન્યુ ફાઈલ મેન્જમેન્ટ સિસ્ટમ દ્વારા તપાસણી

મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીથી લઈ પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીમાં અરજદારોના કામ બાબતે ભાવપત્રક મુજબ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો બાદ આજે મંગળવારે ગાંધીનગર મહેસુલ વિભાગની ટિમો તપાસણી માટે મોરબી દોડી આવી હોવાનું અને હાલમાં તાલુકા મામલતદાર કચેરીમાં તપાસણી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના એક અરજદાર દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરીથી લઈ પ્રાંત કચેરી અને જુદી-જુદી તાલુકા મામલતદાર કચેરીમાં નાણાં વગર કામ થતા ન હોવાનો આરોપ લગાવ્યા બાદ આ મામલે એક અખબારમાં અહેવાલો પ્રસિદ્ધ થતા આજે મંગળવારે રાજ્યના મહેસુલ વિભાગની રેવન્યુ ફાઈલ મેન્જમેન્ટ સિસ્ટમની ટીમ દ્વારા મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં તપાસણી માટે આવી હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ રેવન્યુ ફાઈલ મેન્જમેન્ટ સિસ્ટમની તપાસણી અંગે મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, તેઓની કચેરીમાં ગાંધીનગરની રેવન્યુ ફાઈલ મેન્જમેન્ટ સિસ્ટમ દ્વારા નિયમ મુજબની ચકાસણી ચાલી રહી છે અને તપાસણી દરમિયાન સાચું અને સત્ય શું છે એ બહાર આવશે, આ તપાસણીને તેઓએ તંત્રની પારદર્શિતા અને તેમની કચેરીના કામગીરી માટે મહત્વપૂર્ણ ગણાવી આક્ષેપોને પાયાવિહીન ગણાવ્યા હતા.

- text

- text