મોરબીના યુવાનના લગ્ન ન થતા ગળેફાંસો ખાઈ આપઘાત

- text


કાલિકાનગર ગામની સીમમાં પેપરમિલમા ગળેફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના નાના તેમજ મોટા બે ભાઈઓના લગ્ન થઈ જવા છતાં પોતાના લગ્ન ન થતા હોય મનમાં લાગી આવતા કાલિકાનગર ગામની સીમમાં આવેલ પેપરમિલની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરની કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળીયા ઉ.37ના મોટા બે ભાઈઓ તેમજ નાના બે ભાઈઓના લગ્ન થયા બાદ તમામના ઘેર સંતાનો હોય પરંતુ પોતાના આજદિન સુધી લગ્ન ન થતા મનમાં દુઃખ રહેતું હોય કંટાળી જઈ કાલિકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપરમિલ નામના કારખાનાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text