મોરબીમાં વિશ્વ યોગ દિવસ અનુસંધાને પટેલ કન્યા છાત્રાલય ખાતે યોગ શિબિર યોજાઈ

- text


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ યોગ સાધકને ઈ- સર્ટિફિકેટ આપવામાં આવ્યા

મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજીત યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમમાં અધિકારી ગણ, વિવિધ સામાજિક સંસ્થાઓ, NGO અને મહિલા સમિતિઓ તેમજ મોરબી નગરવાસી મળી 825થી વધુ લોકો જોડાયા હતા. આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ અનિલભાઈ ત્રિવેદી (યોગ એક્સપર્ટ)ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ શિબિરનું મુખ્ય સંચાલન અને યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ વિજયભાઈ શેઠ (કચ્છ ઝોન યોગ-ઓર્ડીનેટર) દ્વારા આપવામાં આવ્યુ હતું. જ્યારે સંકલન વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં મોરબી જિલ્લાના યોગ કોચ અંજનાબેન કાસુન્દ્રા, પાયલબેન લોરીયા, પૂજાબેન કાવર, દિપાલીબેન આચાર્ય, જીગ્નેશભાઈ પંડિત, કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા અને મોરબી જિલ્લાના તમામ યોગ ટ્રેનર સહિત યોગ બોર્ડની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લેનાર તમામ યોગ સાધકને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

- text

- text