નાની વાવડી ખાતે ઉમા કળશ યોજના અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

- text


આ કાર્યક્રમમાં 325 કળશનું વિતરણ કરાયું

મોરબી : નાની વાવડી ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર- સિદસરના ઉપક્રમે ચાલતી પ્રવૃત્તિમાં ઉમા કળશ યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા સમિતિ દ્વારા કળશ પૂજન, મહિલા સંમેલન અને મહા આરતી એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન તારીખ 16-6-2024 ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

જેમાં નાની વાવડીની મહિલા સમિતિના સંગીતાબેન પડસુંબિયા, રસીલાબેન પડસુંબિયા, દયાબેન પડસુંબિયાના સઘન પ્રયાસોથી 325 કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં ઉમિયા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ સરોજબેન મારડીયા, ટ્રસ્ટી તથા ઉમા ભવન રાજકોટના લી. ઓ.ના કે.એમ.ભુવા, શ્રી સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, મોરબી જિલ્લા મહિલા સમિતિના પ્રમુખ પ્રા.ડો. નાયનાબેન ભાલોડીયા, ઉમિયા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ ગણેશભાઈ પડસુંબિયા, જયંતીભાઈ પડસુંબિયા, પ્રવીણભાઈ રૂપાલા, ગામના આગેવાનો, મહિલા સમિતિ મોરબીની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સરોજબેન, ડો. કૈલા, કે.એમ.ભુવા, તથા પ્રો. ડો.નાયનાબેન દ્વારા પોતાના વક્તવ્યમાં કળશનું મહત્વ, સામજિક પ્રશ્નોની છણાવટ, કુરિવાજો અને ખોટા ખર્ચાનો વિરોધ વગેરે મુદ્દાને આવરી લીધા હતાં. આ કાર્યક્રમનું સમાપન જયંતીભાઈ પડસુંબિયાએ કર્યું હતું. તથા પ્રવીણભાઈ પડસુંબિયાએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

- text

- text