મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે

- text


2009 અને 2010માં જન્મ થયેલા હોય તેવા ખેલાડીઓ આ ટ્રાયલ આપી શકશે

મોરબી : મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે આગામી તારીખ 19 જૂન ને બુધવારના રોજ સાંજે 5:00 કલાકે સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી ટ્રાયલ રાખવામાં આવી છે. જેમાં 2009 અને 2010માં જન્મ થયેલા હોય તેવા ખેલાડીઓ આ ટ્રાયલ આપી શકશે.

- text

આ સિલેક્શન પ્રક્રિયામાં ભાગ લેવા ખેલાડીઓએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. તેમજ ફૂટબોલ કીટ સાથે આવવાનું રહેશે. આ સ્પર્ધા માટે જે ખેલાડીઓની પસંદગી થશે તે ખેલાડીઓએ તારીખ 20 જૂન થી 30 જૂન સુધી ફૂટબોલ કેમ્પમાં ફરજિયાત હાજર રહવાનું રહેશે. કેમ્પના અંતે કુલ 20 ખેલાડીઓનું ફાઈનલ સિલેક્શન ‌કરવામા આવશે. ત્યારબાદ સિલેક્શન પામનાર ખેલાડીઓ ગુજરાત રાજ્ય કક્ષાની અંડર-17ની ટીમ સાથે રમવા જશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશનના ફૂટબોલ કોચ મુસ્તાક સુમરાને મો.નં – 63531 83583 પર સંપર્ક કરવાનો રહેશે.

- text