માળિયા (મિ.) : મોટા દહીંસરા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જેસંગભાઈ હુંબલની બિનહરીફ વરણી

- text


માળિયા (મિ.) : મોટા દહીંસરા ગામે આવેલી મોટા દહીંસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદેથી રાણાભાઈ ડાયાભાઈ હુંબલે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ત્યારે મોટા દહીંસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જેસંગભાઈ મુળુભાઈ હુંબલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેસંગભાઈ હુંબલ અગાઉ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચુક્યા છે. આ સાથે સમાજકાર્ય, સેવાકાર્ય સહિતની પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.

- text

- text