મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિ નિમિત્તે સંસ્કાર ઇમર્જિંગ સેન્ટર મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા ચાર વર્ષથી તારીખ 17 જૂનના રોજ સ્વ. ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ, ઇડેન ગાર્ડન અને HDFC બેંક- મોરબી દ્વારા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એકત્રિત થયેલી બોટલમાંથી 25 જેટલી બોટલ મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં આપવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા કેમ્પમાં શરૂઆતના બે કલાકમાં જ 60 જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હતું.

- text

- text