છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાળિયામાં સવા નવ ઈંચ વરસાદ

- text


મોરબીના વાંકાનેરમાં 7 મી.મી વરસાદ નોંધાયો

મોરબી : ગઈકાલે રવિવારે રાજ્યમાં ઘણા સ્થળે મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. અનેક જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ સવા નવ ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખાબક્યો છે. મેઘરાજા મહેરબાન થતાં ખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોરબી જિલ્લાના વાંકાનેરમાં માત્ર 7 મી.મી અને મોરબી તાલુકામાં 4 મી.મી જેટલો વરસાદ જ નોંધાયો છે.

- text


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કયા કેટલો વરસાદ
જિલ્લો તાલુકો 24 કલાકમાં વરસાદ (મી.મી)
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 233
પોરબંદર પોરબંદર 69
દેવભૂમિ દ્વારકા ભાણવડ 55
પોરબંદર રાણાવાવ 36
કચ્છ નખત્રાણા 30
ભાવનગર ગારિયાધાર 28
દેવભૂમિ દ્વારકા દ્વારકા 27
વલસાડ ધરમપુર 15
અમરેલી લીલીયા 14
રાજકોટ કોટડા સાંગાણી 13
સુરત માંગરોળ 12
ભાવનગર પાલિતાણા 10
અમરેલી બાબરા 10
વલસાડ કપરાડા 9
મોરબી વાંકાનેર 7
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 5
વલસાડ વલસાડ 4
મોરબી મોરબી 4
અમરેલી અમરેલી 3
પોરબંદર કુતિયાણા 3
જૂનાગઢ માણાવદર 3
જામનગર જામજોધપુર 2
રાજકોટ પડધરી 2
રાજકોટ વિંછીયા 2
સુરત કામરેજ 2


- text