મોરબીમાં ઈદ અલ-અદહાની ઉજવણી કરાઈ

- text


મોરબીના મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યું : મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી

મોરબી (આમદશા શાહમદાર દ્વારા) : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 17 જૂનના દિવસે ઈદ અલ-અદહાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ અલ-અદહા નિમિત્તે મોરબીની તમામ 12 મસ્જિદોમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને તમામ બારેબાર મસ્જિદોમાં નમાઝ પઢવા માટે અલગ અલગ સમય રાખવામાં આવ્યો હતો.

આજ રોજ મુસ્લિમ ભાઈઓએ પોતપોતાના લતાઓની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાઆલની બારગાહે મુકદસમાં પોતાના ઈમાનનું સબૂત પેસ કર્યું હતું. સાથે સાથે મોરબીની જુમ્મા મસ્જિદથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુની સર પરસ્તીમાં શાનદાર જુલુસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક, નેહેરૂગેઇટ, સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઇદગાહે પહોંચ્યું હતું. જેમાં શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઈદ ઉલ અદહાની નમાઝ અદા કરાવી હતી. જેમાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદારોએ ઈદગાહે નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. તેમજ શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર આપણા ભારત દેશમાં શાંતિ અને ભાઈચારો કાયમી જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બહારગામાં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ ઈદગાહેથી જુલુસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જિદે સમાપન થયું હતું. આ જુલુસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી. જુલુસ દરમ્યાન કોઈ પણ અનિછીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે બંદોબસ્ત ગોઠવી આ તહેવારની ઉજવણીને સફળ બનાવી હતી.

- text

- text