23 જૂને લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ થશે

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ દ્વારા આગામી તારીખ 23 જૂન ને રવિવારના રોજ સાંજે 3 થી 7 વાગ્યા સુધી મોરબીના ફાયર સ્ટેશનની બાજુમાં, સરદાર રોડ, વિજય સિનેમા પાસે, સુધારા શેરીમાં આવેલી લોહાણા મહાજન વાડી ખાતે રાહત દરે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે.

કોઈપણ જ્ઞાતિના ધોરણ 5 થી કોલેજના વિદ્યાર્થીઓને 7 ફુલસ્કેપ ચોપડાનો સેટ માત્ર 100 રૂપિયાના રાહત ભાવે આપવામાં આવશે. ચોપડા લેવા માટે વર્ષ 2024ની ઓરિજનલ માર્કશીટ સાથે લાવવાની રહેશે. એક માર્કશીટ પર એક જ સેટ આપવામાં આવશે. સાથે અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ રાહત ભાવે આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે આ ચોપડા વિતરણ થશે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર- 8348212345 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text