મોરબી સબજેલમાં બકરી ઈદની ઉજવણી

- text


મોરબી : આજ રોજ દેશભરમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે 17 જૂનના રોજ મોરબી સબજેલમાં પણ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્વારા બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. ઈદ નિમિત્તે મૌલાના ઈશાકભાઈ દ્વારા મોરબી સબજેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનોને ઈદની નમાજ પઢાવવામાં આવી હતી. આ પર્વમાં મોરબી સબજેલના ઈન્ચાર્જ અધિક્ષક ડી.એમ. ગોહેલ તથા ઈન્ચાર્જ જેલર એ.આર, હાલપરા અને જેલ સ્ટાફનો પૂરતો સાથ સહકાર મળ્યો હતો.

- text

- text