હળવદના નવા માલણીયાદ ગામે ધૂળ લેવા બાબતે શેઢા પાડોશીઓ વચ્ચે ધીંગાણું

- text


શેઢા પાડોશીઓ વચ્ચે ડખ્ખા થતા સામસામી ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ખેતરના રસ્તેથી ધૂળ લેવા જેવી નજીવી બાબતે શેઢા પાડોશીઓ વચ્ચે ધીંગાણું ખેલાતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ફરિયાદી જગદીશભાઈ બળદેવભાઈ ડાભીના શેઢા પાડોશી રસ્તામાંથી ધૂળ લઈ પોતાના શેઢે ચડાવી રહ્યા હોય જેથી ના પાડતા આરોપી (૧) કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયા (૨) કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયાનાં પત્ની(૩) અશ્વિનભાઈ નાનજીભાઈ કણઝરીયા (૪) અરવિંદભાઈ ઈશ્વરભાઈ (૫) અરવિંદભાઈ ઈશ્વરભાઈનાં પત્ની (૬) અશ્વિનભાઈ નાનજીભાઈ કણઝરીયાનાં પત્ની રહે. બધા નવા માલણિયાદ ગામ વાળાઓએ ફરિયાદી જગદીશભાઈને માથામાં કોદાળી તેમજ પાવડાંથી મુંઢ માર જમીનમાં દાંટી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે છાયાબેન કલ્પેશભાઈ કણઝરીયા, રહે. નવા માલણિયાદ નામના મહિલાએ આરોપી

- text

(૧)જગદીશભાઈ બળદેવભાઈ ડાભી અને (૨) અરવિંદભાઈ બળદેવભાઈ ડાભી બન્ને રહે. નવા માલણિયાદ ગામ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની વાડીનાં રસ્તાં બાજુ પાવડાથી ધોરીયા તથા પાળા બાંધતા હોય ત્યારે આરોપીએ લાકડાંનાં હાથવાળુ સોરીયુ હાથમાં લઈને આવેલ અને કહેલ કે અમારાં ખેતરમાથી ધુળ કેમ ભેગી કરો છો. તેમ કહી ગાળો બોલવા લાગેલ ફરીએ ગાળો બોલવાની ના પાડતાં સોરીયાનાં હાથાથી મુંઢ માર મારેલ તથા સાહેદ ભાવનાબેનને મુઢ માર મારી લોખંડનો પાઈપ લઇ સાહેદને અશ્વિનભાઈને પાઈપથી મુઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text