મોરબીના ટીંબડી ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસે ભાડાના મકાનમાં રહેતા પાયલબેન પિન્ટુભાઈ વસુનિયા ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પાયલબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું તેમજ સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text