વીજતંત્રની પ્રિમોન્સુન કામગીરી પાણીમાં : હળવદની સરકારી હોસ્પિટલમાં બે કલાકથી લાઈટ ગુલ

- text


 દવખાનામાં દાખલ દર્દીઓ ની હાલત કફોડી થઈ ગઈ : જનરેટર છે પરંતુ ચાલુ નથી થતું 

હળવદ : હળવદ શહેરમાં આવેલ ધાંગધ્રા રોડ પરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે કલાકથી પણ વધુ સમયથી લાઈટ ગુલ થઈ ગઈ હોય અને હોસ્પિટલમાં રહેલ જનરેટર પણ ચાલતું ન હોય જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ બફારાના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા હોય સાથે જ હોસ્પિટલ બહાર બેસવા મજબૂર બન્યા છે.બીજી તરફ પ્રસુતિ માટે આવેલી મહિલાઓ પણ નવજાત શિશુઓને લઈ હોસ્પિટલ બહાર બેઠેલી જોવા મળી હતી. આમ મોસમના પ્રથમ વરસાદમાં થોડા છાંટા પડતાની સાથે વીજતંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સુન કામગીરી પણ પાણીમાં ગઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. મોરબીમાં પણ પ્રથમ વરસાદે જ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયાની ફરિયાદો ઉઠી હતી.

- text

તાજેતરમાં જ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલને જૂની જગ્યાએથી ધાંગધ્રા રોડ પરની બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે.અહીં તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં મહત્વની સુવિધા કહી શકાય તેવી જનરેટરની સુવિધા નથી.આજે મોડી સાંજે આવે ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. જેના કારણે છેલ્લા બે કલાકથી હોસ્પિટલમાં લાઈટ ગુલ થઈ ગઈ છે.જેને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ પ્રસુતા માટે આવેલ મહિલાઓ નવજાત શિશુઓને લઈ હોસ્પિટલ બહાર બેસવા મજબૂર બન્યા છે.

- text