મોરબીના લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર સંકુલ-2નું ઉદ્ઘાટન કરાયું

- text


 ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન સેવા કેન્દ્ર સંકુલ-2માં 40 ફ્લેટમાં રહેવા-જમવાની વ્યવસ્થા

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની સામે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન સેવા કેન્દ્ર સંકુલ-2નું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની સામે જમીન લઈ તેના પર ડો. કુસુમબેન અમૃતલાલ દોશીના એક કરોડ રૂપિયાની માતબર દાનથી નિર્માણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 11 વર્ષથી અંધજનોના પુનર્વશનનું કામ ચાલી રહ્યું છે. જેમાં અનેક ગામથી અંધજન દંપતીઓ વસવાટ માટે આવે છે. લક્ષ્મીનગર ગામમાં મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આપવામાં આવેલી જમીન પર બે ઇમારતો બનાવી 160 નેત્રહીન વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. હાલ અત્યારે 40 ફ્લેટ કાર્યરત છે. જેમાં એક જમીન અને બે માળનું બિલ્ડિંગ છે. અહીં છોકરાઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ 40 ફ્લેટ ફૂલ થઈ જતા આ પુનર્વશન સેવા કેન્દ્ર સંકુલ-2નું નિર્માણ કરી તેને અંધજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં ખાસ અમેરિકથી યુ.એસ.એ. ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિનિધિઓ દ્વારા રૂપિયા 51 લાખનું દાન આપી આ પુનર્વશન કેન્દ્ર માટે સહાય આપવામાં આવી છે. તેમજ અન્ય દાતાઓ દ્વારા પણ યથાશક્તિ દાન આપી સહાય કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં આ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

- text

- text