હવે જો તારું કૂતરું મારી પાછળ દોડશે તો જાનથી મારી નાખીશ ! મોરબીના વૃદ્ધને ધમકી 

- text


શેરીના કુતરા બાબતે પાડોશીએ ધમકી આપતા પોલીસ ફરિયાદ 

મોરબી : મોરબીના શનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસ નવા પ્લોટ વિસ્તારમાં શેરીનું કૂતરું ભસવા અને પાછળ દોડવા મામલે પાડોશમાં રહેતા શખ્સે વૃદ્ધને જો હવે કૂતરું મારી પાછળ દોડશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામે ઇન્દિરા આવાસ પ્લોટમાં રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકી ઉ.68 નામના વૃદ્ધને પાડોશમાં રહેતા મયુરભાઇ ખીમજીભાઇ સોલંકી કહ્યું હતું કે, તમારા ઘર પાસેનુ કુતરૂ છે તે મારી પાછળ ભસવા દોડે છે તમે ધ્યાન રાખજો હવે કુતરૂ મારી પાછળ દોડવુ ન જોઇએ જેથી બાબુભાઈએ કહ્યું હતું કે, આ અમારૂ કુતરૂ નથી શેરીનુ કુતરૂ છે તેમ કહેતા આરોપી મયુર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે, કુતરૂ સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહિતર હું ઘર ખાલી કરાવી દઇશ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text