મોરબીમાં ભાયુભાગની જમીન મામલે ભત્રીજાનો કાકા અને ભાઈ ઉપર હુમલો 

- text


મોરબી : જર જમીનને જોરૂ ત્રણ કજિયાના છોરું ઉક્તિ મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્કના નાકે ભાયુભાગની જમીન મામલે ભત્રીજાએ કાકા અને પિતરાઈ ભાઈ ઉપર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત થયેલ કાકાએ ભત્રીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-3માં રહેતા મૂળ ગુંગણ ગામના વતની કરણસીંહ રવુભા જાડેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે.નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓને ત્રણ ભાઈઓ વચ્ચે ત્રીસ વીઘા જમીન આવેલી હોય જે જમીન વેચવા મામલે તેઓના ભાઈ મીઠુભાના પુત્ર વિક્રમસિંહને અવાર નવાર કહેવા છતાં ભાયું ભાગની જમીનના ભાગ પાડતા ન હોય ફોનમાં જમીનના ભાગ માટે કહેતા આરોપીએ તમે ક્યાં છો જમીન માટે વાત કરવા આવું છું કહી તા.14ના રોજ રાત્રીના સમયે વાવડી રોડ ઉપર બહુચર પણ પાસે એકટીવા લઈ ધસી આવી છરી વડે હુમલો કરતા કરણસિંહ અને તેમના પુત્ર યુવરાજસિંહને ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text