મોરબી : હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો પાડીને નવા બનાવવાની માંગણી

- text


હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરાઈ માંગ

મોરબી : મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના જર્જરિત થયેલા મકાનોને ડીસ્મેંન્ટલ કરી નવા બનાવવા અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને તાકીદે મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆત માં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેર શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડના મકાનો આવેલ છે. આ મકાનો હાલમાં ખુબજ જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં એક મકાન ની છત પાડવાનો બનાવ બન્યો છે. જે આ બાબતે જે વહેલાસર કોઈ ઠોસ પગલા નહિ લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનશે.

- text

આ રજુઆતમાં, હાઉસિંગ બોર્ડમાં હાલમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને રહેવા માટેની સુવિધા કરવામાં આવે. નવા મકાન બને તેમાં આ લોકોને જરૂરથી મકાન આપવામાં આવે તે વાત પણ સુનિશ્ચિત કરવામાં આવે. આ જગ્યા કોઈ બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર દ્વારા જ બનાવવામાં આવે વગેરે જેવી માંગણી કરી વહેલાસર યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત જો આ કરવામાં નહી આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી ઊંચારવામાં આવી છે.

- text