Morbi : બરવાળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : તાલુકાના બરવાળા ગામે આવેલી હાઈસ્કૂલમાં વર્ષ 2001માં ધોરણ 10નો અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. તારીખ 15 જૂન ને શનિવારના રોજ બરવાળા સ્કૂલના વર્ષ 2001ની ધોરણ 10ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને જુના સંસ્મરણો ફરી તાજા કર્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષકોએ પણ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓએ ગુરુજીનોના આશીર્વાદ લીધા હતા.

- text