મોરબીમાં ધીમા પગલે મેઘરાજાનું આગમન

- text


મેઘાડંબર વચ્ચે મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારો વરસાદ શરૂ થયો

મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોરબી જિલ્લામાં ધીમા પગલે મેઘરાજાનું આગમન થયું હતું. મેઘાડંબર વચ્ચે મોરબી આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારા પંથકમાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો. પરંતુ મોરબી હજુ કોરું રહ્યું હતું. તેવામાં આજે રવિવારે સાંજે વાતાવરણમાં પલટા સાથે મેઘાડંબર છવાયો હતો. અને મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયાના વાવડ મળ્યા હતા. જોકે મોરબી જિલ્લામાં આજે ધીમા પગલે મેઘરાજાનું આગમન થયું હતું.

- text

- text