હળવદના રણમલપુર ગામે પેવર બ્લોક મુદ્દે સરપંચને માર પડ્યો 

- text


ચાર આરોપીઓએ માર મારતા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ 

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે નારાયણ ગોપાલવાળી શેરીમા પેવર બ્લોક નાખવા મુદ્દે એક મહિલા સહિતના ચાર આરોપીઓએ ગામના અનુસૂચિત જાતિ સમાજના સરપંચને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે નારાયણ ગોપાલવાળી શેરીમા પેવર બ્લોક નખવાની કામગીરી ચાલુ હોય જે અંગે ગામના સરપંચ પુનાભાઇ દેવાભાઇ રાઠોડ, ઉ.61 સાથે આરોપી ભૌતીકભાઇ રમેશભાઇ પટેલ, રમેશભાઇ મગનભાઇ પટેલ, સુરેશભાઇ દેવકરણભાઇ પટેલ અને શારદાબેન રમેશભાઇ પટેલ રહે. બધા રણમલપુર ગામ વાળાઓએ સરપંચ સાથે બોલાચાલી ઝગડો કરી જાતિ પ્રત્ય જાહેરમાં અપમાનિત કરી ગાળો બોલી શારદાબેને લાકડીથી માર મારી તેમજ ભૌતીકભાઇએ છુટ્ટા પથ્થરો મારી તથા રમેશભાઇ અને સુરેશભાઇએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટના અંગે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text