જામખંભાળિયામા દે ધનાધન ! બે કલાકમાં પાંચ ઈંચ

- text


મોરબી : રાજ્યમાં ચોમાસુ વહેલું આવ્યા બાદ નિષ્ક્રિય બની ગયું હતું. જો કે નૈઋત્યનું ચોમાસુ આજથી ફરીથી સક્રિય બન્યું હોય તેમ દરિયાકાંઠાના વિસ્તારમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. સવારથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના જોરદાર મેઘસવારી આવી પહોંચ્યા બાદ બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં જામખંભાળિયામા 130 મીમી એટલે કે 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગરના ગારીયાધારમાં 19મીમી, વલસાડના ધરમપુરમા 15મીમી, અમરેલીના લીલીયામાં 11 અને પાલીતાણામા 10 મીમી વરસાદ વરસ્યો હતો.

- text

- text