કોમી એકતા: મોરબીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના 7 યુગલોના સમૂહલગ્ન યોજાયા 

- text


મોરબી (મહમદશા શાહમદાર દ્વારા) : 16 જૂન ને ફાધર્સ ડે વિશેષ દિવસ નિમિત્તે કોમી એકતાના પ્રતીક હાજી અહેમદ હુસેન મિયા બાપુની અધ્યક્ષતામાં મોરબીમાં જરૂરિયાતમંદ દીકરી-દીકરાના સમૂહ લગ્ન યોજાયા હતા.

કોમી એકતાનો સંદેશ પૂરો પાડવામાં હમેંશા અગ્રેસર એવા હાજી અહેમદ હુસેન મિયા બાપુ દ્વારા કોમી એકતાના પ્રતિકરૂપે હિન્દુ-મુસ્લિમ સમાજના યુગલોના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં એક જ મંચ હેઠળ એકતાના સંદેશ સ્વરૂપે મુસ્લિમ સમાજના ધર્મગુરુ દ્વારા કલમા અને હિન્દુ શાસ્ત્ર મુજબ હિન્દુ સમાજના ધર્મગુરુ દ્વારા કન્યાદાન કરાવવામાં આવ્યું હતું. ખોટા ખર્ચાથી લોકો બચે અને જરૂરિયાતમંદ ગરીબ મધ્યમ વર્ગના દીકરી દીકરાનું કન્યાદાન-નિકાહ હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા યોજાય તેવા એકતાના સંદેશ સાથે મોરબીના સૈયદ અહેમદ હુસેન મીયા બાપુ દ્વારા આજરોજ તારીખ 16 જૂન ને ફાધર્સ ડે વિશેષ દિવસ નિમિત્તે 25માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. તેમાં ચાર મુસ્લિમ અને ત્રણ હિન્દુ સમાજના યુગલોના લગ્ન એક મંડપ નીચે હિન્દુ-મુસ્લિમ પરંપરા અનુસાર મોરબીના મતવા સમાજના જમાત ખાને યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાવા અહેમદશા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી એવી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડો. શૈલેષભાઈ રાવલે કર્યું હતું.

- text

- text