અઢી લાખ રૂપિયા આપ કહી મોરબીના વેપારી ઉપર હુમલો 

- text


પુત્ર પાસે રૂપિયા માંગતો હોવાનું કહતા આરોપીએ રૂપિયા આપવાની ના પાડતા ચાર શખ્સો તૂટી પડ્યા : ચેન, મોબાઈલ પડી ગયા 

મોરબી : મોરબી શહેરના રામ ચોક નજીક શોરૂમ ધરાવતા વેપારી પાસે આવી ચાર શખ્સોએ તારા પુત્ર પાસે અઢી લાખ માંગીએ છીએ તે લાવ કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પટેલ વેપારીએ ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંફરિયાદ નોંધાવી હતી. આ હુમલા સમયે વેપારીનો ચેન અને મોબાઈલ પડી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિજય નગરમાં રહેતા અને રામચોકના ઢાળીયા પાસે બોસ ફેમિલિ શોપ ધરાવતા રામજીભાઇ અમરશીભાઇ ભીમાણીએ આરોપી હાર્દીક જીતુભાઇ કૈલા, હરેશ ગઢવી અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ પોતાના શોરૂમમાં હાજર હતા તે સમયે આરોપી હાર્દિક કૈલા અને હરેશ ગઢવી સહિતના ચાર શખ્સો આવ્યા હતા અને તમારા પુત્ર મિલન પાસે અઢી લાખ લેવાના છેએ આપી દેવાનું કહેતા રામજીભાઈએ કહ્યું હતું કે, મારા પુત્ર પાસે તમે પૈસા માંગતા હોય તો મને ખબર હોય અમારે કઈ પૈસા આપવાના નથી તેમ કહેતા જ હાર્દિક આણી ટોળકીએ કારમાંથી ધોકા કાઢી રામજીભાઈ ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી અને દેકારો થતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ ઘટનામાં રામજીભાઈનો મોબાઈલ ફોન અને ચેન પડી ગયો હોવાનું જાહેર કરાયું છે. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text